પ્રોપર્ટી કાર્ડ દસ્તાવેજીકરણ – વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રોપર્ટી કાર્ડ શું છે?

પ્રોપર્ટી કાર્ડ શહેર સર્વે ઓફિસ દ્વારા આપવામાં આવતો શહેરી અથવા નોન-એગ્રીકલ્ચરલ (NA) જમીનનો સત્તાવાર રેકોર્ડ છે. તેમાં માલિકનું નામ, સર્વે નંબર, જમીનનું વિસ્તાર અને અન્ય માલિકી સંબંધિત માહિતી હોય છે.

સરકારી અધિકારીઓ મુજબ 7/12 ઉતારો ગ્રામ્ય અથવા કૃષિ જમીન માટેનો રેકોર્ડ છે. જ્યારે જમીન ગ્રામ્ય/કૃષિમાંથી શહેરી અથવા નોન-એગ્રીકલ્ચરલ (NA) તરીકે બદલાય છે ત્યારે જમીનના રેકોર્ડની સિસ્ટમ પણ બદલાય છે.આ સ્થિતિમાં: 7/12 ઉતારો લાગુ પડતો નથી, પ્રોપર્ટી કાર્ડ સત્તાવાર રેકોર્ડ બની જાય છે એટલે 7/12 ઉતારા બદલે હવે પ્રોપર્ટી કાર્ડ જરૂરી બને છે.

રેવન્યુ ખાતા અધિકારી મુજબ, લગભગ 1 થી 1.5 વર્ષ પહેલા, રેવન્યુ ખાતા ધ્વરા રહેવાસીઓ પાસે પ્રોપર્ટીના દસ્તાવેજો માંગ્યા હતા. તે સમયે બિલ્ડર સાથે પણ વાત કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો અને કોઈ કાર્યવાહી થઈ નહોતી. સરકારી અધિકારીઓ અનુસાર છેલ્લા થોડા મહિનામાં 4–5 નોટિસ મોકલવામાં આવી હતી. આ કારણે વિલંબ અમારી તરફથી થયો છે, અધિકારીઓ તરફથી નહીં.

જો પ્રોપર્ટી ટેક્સ બિલ તમારા નામે ન હોય તો તેનો અર્થ થાય છે કે મ્યુટેશન પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. તમે શક્ય તેટલી વહેલી તકે મ્યુટેશન પ્રક્રિયા પૂર્ણ કરો. હાલ માટે નીચેના દસ્તાવેજ આપશો: પ્રોપર્ટી ટેક્સ બિલ તેમજ લાઈટ બિલ (વીજળી બિલ)

નીચેના દસ્તાવેજોની ઝેરોક્સ (ફોટોકૉપી) આપશો:

  • સંપૂર્ણ સેલ ડીડ (Sale Deed – સંપૂર્ણ સેટ)
  • ઇન્ડેક્સ II – ડિજિટલ કોપી
  • માલિકનું સરનામું પુરાવો (પ્રોપર્ટી ટેક્સ બિલ)
  • માલિકનો ઓળખ પુરાવો (આધાર કાર્ડ)

એવા કિસ્સામાં તમને પહેલાના તમામ માલિકોના દસ્તાવેજો પણ આપવા પડશે. તમારા ડોક્યુમેન્ટ સાથે દસ્તાવેજ ઉમેરો: પહેલાના માલિકોના સેલ ડીડ, પહેલાના ઇન્ડેક્સ, આથી પ્રોપર્ટીની પૂર્ણ માલિકી ચેઇન સ્પષ્ટ થાય છે.

અમે પહેલાથી જ વિડિઓ અને સ્ટેપ્સ શેર કર્યા છે જેમાં ઇન્ડેક્સ II કેવી રીતે ડાઉનલોડ કરવું તે સમજાવ્યું છે.

વિડિઓ માર્ગદર્શિકા:
https://www.youtube.com/watch?v=5w9Ks7y4rJo

જો તમને મદદની જરૂર હોય તો તમે એડ્વોકેટ અથવા પ્રોપર્ટી કન્સલ્ટન્ટનો સંપર્ક કરી શકો છો.

શક્ય તેટલું વહેલું સબમિટ કરો જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન થાય. સબમિટ કરવાની છેલ્લી તારીખ રવિવાર સાંજે 7:00 વાગ્યા સુધી છે. દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી જો કોઈ સુધારો અથવા વધારાની માહિતી જરૂરી હશે તો અમે તમને સંપર્ક કરીશું.

હાલમાં ખર્ચ નક્કી કરવામાં આવ્યો નથી. જ્યારે સત્તાવાર માહિતી મળશે ત્યારે રહેવાસીઓને જાણ કરવામાં આવશે.

જો દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય અથવા બેંક પાસે હોય તો: તમે એડ્વોકેટનો સંપર્ક કરી શકો છો, અથવા કમિટી સભ્યને રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન મળી શકો છો, અથવા સોસાયટીના ઓફિશિયલ નંબર પર મેસેજ મોકલી શકો છો અમે તમને બનતી મદદ કરીશું.

આ પ્રક્રિયા રમઝાનને ધ્યાનમાં રાખીને અથવા જાણબૂઝીને આ સમયમાં રાખવામાં આવી નથી. તાજેતરમાં સરકારી અધિકારીઓ તરફથી મળેલી નોટિસ અને અનુસંધાનમાં થયેલા ફોનના આધારે આ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી જરૂરી બની છે.

કમિટી સભ્યોને કોઈ વ્યક્તિગત ફાયદો નથી. આ પ્રક્રિયાનો હેતુ એ છે કે ભવિષ્યમાં કોઈ રહેવાસીને પ્રોપર્ટી સંબંધિત કાનૂની અથવા દસ્તાવેજી સમસ્યા ન થાય.

જો પ્રોપર્ટી રેકોર્ડ અપડેટ ન થાય તો ભવિષ્યમાં નીચેના સમયે મુશ્કેલી આવી શકે છે: પ્રોપર્ટી વેચાણ, લોન પ્રક્રિયા, કાનૂની ચકાસણી, માલિકી ટ્રાન્સફર એટલે આ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે.

જો તમે હાલ ભારત બહાર છો, તો સોસાયટીના નંબર પર નીચેની માહિતી સાથે મેસેજ મોકલો: નામ, ફ્લેટ નંબર, બ્લોક નામ

સોસાયટી સંપર્ક નંબર: 9265442834 અમે તમારી સહાય કરીશું.

જો તમે એતિકાફમાં છો, તો સોસાયટીના નંબર પર નીચેની માહિતી સાથે મેસેજ મોકલો: નામ, ફ્લેટ નંબર, બ્લોક નામ

સોસાયટી સંપર્ક નંબર: 9265442834 અમે તમારી સહાય કરીશું.

આ મુદ્દો તમામ મકાન માલિક  સાથે સંબંધિત છે. તેથી સૌને વિનંતી છે કે શક્ય તેટલું વહેલું દસ્તાવેજ સબમિટ કરો. આપનો સહકાર અત્યંત મહત્વનો છે, કૃપા કરીને સહયોગ આપશો.